Nibandh Gujarati

Knowledge of Gujarati....

બુધવાર, 19 જુલાઈ, 2023

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati)

શું તમે ગુજરાતીમાં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati)


પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં 'પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ'Conservation of Nature Nibandh Gujarati ) આપવામાં આવેલ છે.

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર ગુજરાતી નિબંધ રજુ કર્યો છે.


અહીં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ ગુજરાતી નિબંધ છે. જે 250 શબ્દોમાં અને 100 શબ્દોમાં શબ્દોમાં છે. જેનો ઉપયોગ અલગ અલગ ધોરણ 3 થી 12 સુધી કરી શકશો.

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Nibandh Gujarati

પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. મનુષ્ય અને તેની આસપાસનું સમગ્ર જગત પ્રકૃતિની દેન છે.

માનવજીવન પણ મોટા ભાગે પ્રકૃતિ પર આધારિત છે અને પ્રકૃતિને આધીન પણ છે, તેથી મનુષ્ય અને પ્રકૃતિ એકબીજાથી અભિન્ન છે.

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Nibandh Gujarati

આપણું જીવન આદિકાળથી પ્રકૃતિની સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હોવા છતાં આપણે તેની સંભાળ રાખતા નથી. આપણી બેદરકારીને લીધે હવા-પાણી અને અવાજનું પ્રદૂષણ વધી ગયું છે, તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે. આથી ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવપ્રદેશો પરનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે અને સમુદ્રની સપાટીમાં ભયજનક હદે વધારો થઈ રહ્યો છે. સમુદ્રકિનારા પર વસેલાં તમામ મોટાં નગરો એક દિવસ સમુદ્રમાં સમાઈ જશે એવો ભય ઊભો થયો છે.

વિકાને નામે આપણે શહેરીકરણ અને ઔદ્યોગીકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. વાહનો, ઉદ્યોગો અને સુખ-સગવડનાં સાધનોને લીધે હવામાં ધુમાડો અને કાર્બનની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે. ગૅસ, કોલસો, ખનીજ તેલ અને અન્ય ખનીજોના ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. ઉદ્યોગો અને શહેરોના વિકાસ માટે ખેતરો અને જંગલોનો બેફામ ભોગ લેવાઈ રહ્યો છે, એનાથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ ગયું છે. પ્રાકૃતિક અસંતુલનને કારણે ત્રાતુચક્ર પણ ખોરવાઈ ગયું છે, તેને લીધે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્મલન, હિમપ્રપાતો, સુનામી અને વિનાશક ચક્રવાતો જેવી કુદરતી આફતોનું પ્રમાણ અને તીવ્રતામાં પ્રચંડ વધારો થયો છે, તેથી ભારે પ્રમાણમાં જાન-માલની હાનિ થઈ રહી છે. કુદરતી આફતો જો આમને આમ ત્રાટકયા કરશે તો એક દિવસ આખી માનવજાતનો સંપૂર્ણ સફાયો થઈ જશે !

હજારો વર્ષોની જહેમત બાદ માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. પ્રકૃતિનું રક્ષણ કરીશું તો જ આપણું રક્ષણ થશે. પ્રકૃતિનો વિનાશ એટલે સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ. 


સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ અને કોઈ પણ ભોગે તેનું જતન કરીએ. પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ


Conclusion: પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ વિશે નિબંધ એટલે કે Conservation of Nature Nibandh Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

All Gujarati Nibandh

શુક્રવાર, 14 જુલાઈ, 2023

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati

શું તમે ગુજરાતીમાં જન્માષ્ટમી નિબંધ (Janmashtami Nibandh Gujarati) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી


જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જન્માષ્ટમી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Janmashtami Nibandh ની PDF પણ Download કરી શકશો.

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી

જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. ‘દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે' એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યાં હતાં. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ‘ગોકુળઅષ્ટમી’ પણ કહે છે.

જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. મંદિરોને શણગારવામાં આવે છે . ત્યાં રાતે ભજનકીર્તન થાય છે . રાતના બાર વાગે કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે :

‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’

પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કરે છે. કેટલાંક સ્થળે મેળા ભરાય છે . લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. મહારમાં ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

કૃષ્ણન ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ ‘ગીતા’ નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.

આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ.

FAQ : Janmashtami Nibandh Gujarati


Q. જન્માષ્ટમી વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?

A. જન્માષ્ટમી તહેવાર તારીખ 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર ના રોજ ઉજવવામાં આવશે.

Q. જન્માષ્ટમી ઉજવવા પાછળનો હેતુ શું છે?

A. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. એટલે દર વર્ષે શ્રાવણ વદ આથમ ના દિવશે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.

Q. ભગવાન કૃષ્ણના કેટલા નામ છે?

A. ભગવાન કૃષ્ણના 108 નામ છે.

Q. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ ક્યાં આવેલું છે?

A. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરામાં આવેલું છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્માષ્ટમી વિશે નિબંધ એટલે કે Janmashtami Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ગુરુવાર, 13 જુલાઈ, 2023

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં 'અનાવૃષ્ટિ (દુકાળ) ગુજરાતી નિબંધ' ( Anavrushti Nibandh in Gujarati ) આપવામાં આવેલ છે.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati
અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી


આવા જ અન્ય Gujarati Nibandh કે જે ધોરણ 10, ધોરણ 12, UPSC, GPSC Mains માં પૂછાઇ શકે તેવા ગુજરાતીમાં નિબંધો માટે Nibandh Gujarati ની મુલાકાત અવશ્ય લેવી.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati

અહીં ગુજરાતી અનાવૃષ્ટિ (દુકાળ) વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
અનાવૃષ્ટિ (દુકાળ) વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી

  • પ્રસ્તાવના
  • દુષ્કાળનું વર્ણન
  • દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ
  • ઉપસંહાર

ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. સમયસર અને પ્રમાણસર વરસાદ થાય, તો અનાજનું સંતોષકારક ઉત્પાદન થાય છે. પરંતુ ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ પણ આવી પડે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે. તેથી પાક ધોવાઇ જાય છે. પણ ક્યારેક જરૂરિયાત કરતાં ઘણો ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિને ‘અનાવૃષ્ટિ’ કે ‘દુષ્કાળ’ કહે છે.

પાણીના અભાવે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ઘાસચારો પણ થતો નથી. જળાશયોનાં પાણી ઘણાં ઊંડાં જતાં રહે છે અથવા સુકાઈ જાય છે. પરિણામે અનાજ, ધાસચારો અને પીવાના પાણીની ગંભીર તંગી સર્જાય છે. ખેતી અને પશુપાલન ઉપર આધારિત ખેડૂતો લાચાર થઈ જાય છે.

અનાજ અને ઘાસચારાના ભાવો આસમાને પહોંચી જાય છે. ગરીબ ખેડૂતો દેવાદાર થઈ જાય છે. ખાવા માટે પુરતો ઘાસચારો ન મળવાથી પશુઓ હરતાંફરતાં હાડપિંજર જેવાં બની જાય છે. ઘાસચારા વિના સેંકડો ઢોર મરણ પામે છે. અપૂરતા પોષણને લીધે દૂધાળાં ઢોર દૂધ આપી શકતાં નથી. તેથી ઘી-દૂધની પણ અછત વરતાય છે. કેટલાંક ગામો અને શહેરોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની જાય છે. લોકોના જીવનમાંથી જાણે રસક્સ જ ઊડી જાય છે.

પહેલાંના વખતમાં દુષ્કાળ પડતો ત્યારે લોકોના જીવન પર તેની ભયંકર અસરો પડતી હતી. છપ્પનિયા કાળમાં હજારો માણસો અને પશુઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. હવે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને અનાજ અને ઘાસચારો પહોંચાડે છે.

ગામેગામ લોકોને ટેંકરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર રાહત કામો શરૂ કરે છે. તેને લીધે લોકો ઘરઆંગણે જ રોજીરોટી મેળવી શકે છે. ઢોર માટે ઢોરવાડા ચલાવવામાં આવે છે.

"દુષ્કાળ આપણને માનવીની અવદશા અને માનવીની માનવતા બંનેનાં દર્શન કરાવે છે."


Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી એટલે કે Anavrushti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

રક્ષા બંધન નિબંધ ગુજરાતી : Raksha Bandhan Nibandh Gujarati

શું તમે ગુજરાતીમાં રક્ષાબંધન (Raksha Bandhan Nibandh Gujarati) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

રક્ષા બંધન નિબંધ ગુજરાતી : Raksha Bandhan Nibandh Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ભાઈ બહેનનો તહેવાર! રક્ષાબંધન પર ગુજરાતી નિબંધ રજુ કર્યો છે.

અહીં રક્ષાબંધન નિબંધ ગુજરાતી છે. જે 250 શબ્દોમાં અને 100 શબ્દોમાં શબ્દોમાં છે. જેનો ઉપયોગ અલગ અલગ ધોરણ 3 થી 12 સુધી કરી શકશો.
રક્ષા બંધન નિબંધ ગુજરાતી : Raksha Bandhan Nibandh Gujarati
રક્ષા બંધન નિબંધ ગુજરાતી : Raksha Bandhan Nibandh Gujarati


Raksha Bandhan Nibandh Gujarati

પ્રસ્તાવના: રક્ષાબંધન (રાખી) એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે. આજે આપણે આ લેખમાં આ કિંમતી તહેવાર વિશે શીખીશું.

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આખા ભારતમાં આ દિવસનું વાતાવરણ જોવા યોગ્ય છે, અને કેમ નહીં, આ એક ખાસ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનાવવામાં આવે છે.

રક્ષાબંધન એ ભાઈ-બહેનોના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આની જેમ, ભારતમાં ભાઈ-બહેનોમાં પ્રેમ અને ફરજની ભૂમિકા વ્યક્ત કરવાનો એક દિવસ નથી. પરંતુ રક્ષાબંધનના 
તિહાસિક અને ધાર્મિક મહત્વને લીધે આ દિવસ ખૂબ મહત્વનો બની ગયો.

રક્ષાબંધન પર આપણે શું કરીએ

આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.

તેના કાંડા પર રાખડી બાંધી છે. તે ભાઈઓને મીઠાઇ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈઓ બહેનને ભેટો પણ આપે છે અને હંમેશાં તેમનું રક્ષણ કરવાનું વ્રત રાખે છે.


રક્ષાબંધન પાછળનો ઇતિહાસ

ભાઇ-બહેનોનો સંબંધ અમૂલ્ય છે. સાવન મહિનો આવતાની સાથે જ દુનિયાભરના ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રાખીને કોઈ સગપણ ન હોવા છતાં ભાઈ-બહેનનો સંબંધ જાળવવાની તક મળે છે.આપણે મહાભારતનાં જમાનાથી રાખીને ઇતિહાસ જોયો છે. હવે આપણે મહાભારતની કથા જાણીશું.

ભગવાન શ્રીકૃષ્ણને શ્રુત દેવી નામની એક કાકી હતી. તેણે શિશુપાલ નામના વિકૃત સ્વરૂપના બાળકને જન્મ આપ્યો. તેઓ વડીલો પાસેથી જાણવા મળે છે કે જેમના સ્પર્શથી શિશુપાલ સારું અને આરોગ્ય સારું રહેશે, તેના હાથનો ભોગ લેવાશે.

એક દિવસ શ્રી કૃષ્ણ તેની કાકીના ઘરે ગયા. શ્રુતદવીએ પુત્રને શ્રી કૃષ્ણના હાથમાં મૂકતાંની સાથે જ તે બાળક સુંદર થઈ ગયું.

સ્વીકાર્યું કે, શ્રુત દેવી આ પરિવર્તન જોઈને ખુશ થયા પણ શ્રી કૃષ્ણના હાથે તેમનું મૃત્યુ થવાની સંભાવનાથી તે વિચલિત થઈ ગઈ. તેમણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે શિશુપાલ ભૂલ કરશે તો પણ, શ્રી કૃષ્ણના હાથે શિશુ પાલને શિક્ષા ન કરવી જોઈએ.

તેથી શ્રી કૃષ્ણએ તેની કાકીને વચન આપ્યું હતું કે “હું તેની ભૂલોને માફ કરીશ, પરંતુ જો તેઓ સો કરતા વધારે ભૂલો કરે તો તેઓ તેમને ચોક્કસ સજા કરશે.” શિશુ પાલ મોટા થયા અને ચેદી નામના રાજ્યનો રાજા બન્યો. તે શ્રી કૃષ્ણનો એક રાજા તેમ જ એક સબંધી પણ હતો. પરંતુ તે ખૂબ ક્રૂર રાજા બન્યો.

તેણે પોતાના રાજ્યના લોકોને સતાવ્યા. તેણે ભગવાન શ્રીકૃષ્ણને ફરીવાર પડકારવાનું શરૂ કર્યું. એક સમયે, તેમણે સંપૂર્ણ રાજ્યસભામાં ભગવાન શ્રીકૃષ્ણની નિંદા કરી. તે દિવસે શિશુપાલ તેની સો ભૂલોની મર્યાદા ઓળંગી ગઈ હતી.

તરત જ, શ્રીકૃષ્ણએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ શિશુપાલ ઉપર કર્યો. ઘણી ચેતવણી મળ્યા પછી પણ શિશુપાલે તેના ગુણોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, તેથી અંતે તેને સજા ભોગવવી પડી.

ભગવાન શ્રીકૃષ્ણ ક્રોધથી પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા, ત્યારે તેમની આંગળીમાં પણ ઈજા થઈ હતી. કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડવા લાગ્યા, પણ ત્યાં ભેલી દ્રૌપદીએ કંઇ વિચાર્યા વિના તેની સાડીનો ખૂણો ફાડી નાખી અને તેને કૃષ્ણના ઘા પર લપેટ્યો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, “આભાર પ્રિય બહેન, તમે મારા સમયમાં મને ટેકો આપ્યો. તેથી હું તમને તમારા દુ:ખમાં ટેકો આપવાનું વચન પણ આપું છું. ” એમ કહીને શ્રી કૃષ્ણે દ્રૌપદીને તેની રક્ષા આપવાની ખાતરી આપી અને આ ઘટનાએ રક્ષાબંધનનો આરંભ કર્યો.

પાછળથી, જ્યારે કૌરવોએ સમગ્ર રાજ્યસભામાં દ્રૌપદીની સાડીઓ દરેકની સામે ખેંચી, ત્યારે કૃષ્ણે દ્રૌપદીને અપમાનથી બચાવવા પોતાનું વચન પાળ્યું. તે સમયથી, બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપી રહ્યા છે. રાખી સિવાય કેટલાક અન્ય તહેવારો પણ સાવન મહિનાની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે.

કેટલાક લોકો આ દિવસે તેમની janoi બદલી નાખે છે. તેથી, આ દિવસને જનદ્યાલ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝૂલતા હોય છે.

તેથી, આ દિવસને ઝુલન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં, આ દિવસે ઘઉંના બીજ વાવવામાં આવે છે, તેથી આ દિવસને ગજરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

કેરળ અને મહા રાષ્ટ્રના લોકો પણ આ દિવસને નરલી પૂર્ણિમા કહે છે. આ દિવસે, તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ તેમાંથી લોકપ્રિય અને મુખ્ય એક રક્ષાબંધન છે.

રક્ષાબંધનની વિશેષતા

રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર હોય છે એક બંધન જે બે લોકોને સ્નેહના દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. તહેવારનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે ભાઈ - બહેનના સંબંધોને મજબૂત બનાવે છે આ રાખડીનો દોરો પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે તેની બહેનને કરેલા શબ્દની યાદ અપાવે છે કે તે તેના છે મૃત્યુ સુધી રક્ષા કરશે.

FAQ : રક્ષા બંધન નિબંધ ગુજરાતી

Q. રક્ષબંધાનો તહેવાર ક્યારે આવે છે?

A. રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.

Q. રક્ષાબંધન વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?

A. રક્ષાબંધન આ વર્ષે તારીખ 30 ઓગસ્ટ 2023 ના રોજ છે.

Q. રક્ષાબંધન ઉજવવા પાછળનો હેતુ શું છે?

A. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની આનંદ ખુશી માટે ઉજવવામાં આવે છે.

Q. રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

A. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રક્ષાબંધન વિશે નિબંધ એટલે કે Raksha Bandhan Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

બુધવાર, 12 જુલાઈ, 2023

મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati

મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati

શું તમે ગુજરાતીમાં મારા સ્વપ્નનું ભારત વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી રજુ કર્યો છે અને છેલ્લે Mara Svapnanu Bharat Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati


તમે આ ગુજરાતી નિબંધ પણ વાંચી શકો છો

મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી

અહીં ગુજરાતી મારા સ્વપ્નનું ભારત વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં છે.

નીચે આપેલ મારા સ્વપ્નનું ભારત વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati

આહા …. પાંચ મિનિટ માટે પણ આંખ બંધ કરી વિચારું તો બંધ આંખોમાં મને જાણે કોઈ અલગ જ અનુભૂતિ થાય છે. આમ જુઓ તો મારા સપનામાં જે ભારતની હું કલ્પના કરું છું, ઘણેખરે અંશે કદાચ એ મારી પોતાની મારી જાત જયારે પણ રૂંધાય ત્યારે મને સમગ્ર ભારતની પરિસ્થિતિના બદલાવની ઇચ્છા થઇ જાય છે. આ અતિશયોક્તિ હોય તો પણ ભલે.
પણ , હું ખરું આઝાદ ભારત જોવા ઇચ્છું છું.

દેશની આઝાદી માત્ર કોઈના શાસનને આધીન નથી. દેશની ખરી આઝાદી તો માનસિક સંકુચિતતાના નિકાલમાં છે. અહીં બહુ બધા ધર્મો છે. બિનસાંપ્રદાયિક દેશ ખરેખર એટલો બધો જડ છે કે અહીં લોકોને પોતાના ધર્મનું જ પૂરું જ્ઞાન નથી, પણ બીજાના ધર્મ સાથે હુંસાતુંસી જોરદાર કરે છે. આનો નિકાલ એ મારા સપનાનું ભારત છે.

અહીં સમાજના નિયમો આર્થિક સ્થિતિ મુજબના છે. હલકું લોહી હવાલદારનું એ જ ધારાધોરણ છે. લોકોનો ન્યાય પરથી ઉઠી જતો વિશ્વાસ પીડાદાયક છે. સમાન ન્યાય અને એક જ કાયદો, આ છે મારા સપનાનું ભારત.

જુના એકના એક રિવાજો ને પકડીને બેઠા છીએ. ખબર નહીં પણ લોકો કંટાળીને પણ આને છોડતા નથી. શિક્ષણમાં પણ ખૂબ ભાર અને વધુ કંટાળો ભરી આપણે એને પણ નીરસ બનાવી નાખ્યું. બસો વર્ષ પેલા બાબરને કેટલી બેગમ હતી એમાં જ અટવાયેલા રહેવાને બદલે ભારત આવનારા પચાસ વર્ષમાં કેવું થઇ શકે એ ભણવાની જરૂર મને વધુ લાગે છે. નોલેજ વધારે એવા પુસ્તકોનું શાળામાં આગમન, એ છે મારા સપના નું ભારત.

કેટલા વર્ષથી ધક્કા ખાતા સરકારી કર્મચારીને પેન્શન શરુ ના થાય અને પગારપંચ વધતું જાય. ત્યારે સાલું થાય છે કે લોકો જેટલું કામ કરે એ મુજબ જ એને મહેનતાણું મળવું જોઈએ. બિનજરૂરી સુવિધાઓ બંધ થવી જોઇએ. કોઈ પણ ગરીબની આંખોમાં ભારતીય હોવાનો ગર્વ છલકાય, એ છે મારા સપનાનું ભારત.

આજે પણ દશામાંનું વ્રત કરતી બેનો જોઉં તો થાય છે ક્યારે શોટ્સ કે જીન્સ પહેરી ઘરમાં વહુ આરામથી ફરતી હશે? હું મારા 8 વર્ષના દીકરા સામે ટૂંકા કપડાં બિન્દાસ્ત પહેરુ છું. આવનારા પંદર વર્ષ પછી મારા દીકરાને ખુલ્લા પગ, સાથળ જોઈ કોઈ વિકાર મનમાં નહી આવે, એ છે મારા સપનાનું ભારત.

મારો દેશ ચમત્કારોનો દેશ છે. અહીં સાચેમાં કોઈ ચમત્કાર થઇ જાય. એક સાફ ,સુંદર ,સ્વચ્છ ,શિક્ષિત અને સધ્ધર ભારત દુનિયામાં વખણાય, એ છે "મારા સપનાનું ભારત ."

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી એટલે કે Mara Svapnanu Bharat Nibandh in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો Nibandh Gujarati સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

મંગળવાર, 11 જુલાઈ, 2023

કન્યા કેળવણી નિબંધ Kanya Kelavani Nibandh in Gujarati

કન્યા કેળવણી નિબંધ Kanya Kelavani Nibandh in Gujarati

Kanya kelavani Nibandh in Gujarati : Kanya kelavani essay; Kanya akelavani Nibandh; Kanya akelavani esaay in Gujarati; કન્યા કેળવણી નિબંધ

કન્યા કેળવણી નિબંધ Kanya Kelavani Nibandh in Gujarati

દરેક રાષ્ટ્રની પ્રગતિ મોટાભાગે તેની શૈક્ષણિક પ્રણાલી પર આધારિત છે. ભારતીય સંસ્કૃતિના શૈક્ષણિક સીપમાં જો કોઈ અમૂલ્ય રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરીક્ષા ઝવેરી જ કરી શકે છે!

સમાજનો રૂઢિચુસ્ત વર્ગ કહે છે કે “સ્ત્રીઓની બુદ્ધિ પગ પર છે,” પરંતુ તે રૂઢિચુસ્ત પાગલોને કેવી રીતે ખબર પડે કે તે એક અજબ સ્ત્રી હતી જે દિલ્હીની ગાદી પર પુરુષને બદલે સોળ વર્ષ સુધી બેઠી હતી? પારસમણીના સ્પર્શથી લોખંડ જે રીતે સોનામાં પરિવર્તિત થાય છે, તે જ રીતે પારસમણીના સ્પર્શથી શિક્ષણ કામિનીને કાંસામાં પરિવર્તિત કરે છે.

મહિલા શિક્ષણ હવે તેમના મુક્તિ માટે નિર્ણાયક છે. સ્વામી દયાનંદના મતે, શિક્ષિત, બુદ્ધિશાળી અને અનુકૂળ સ્ત્રી આખા કુટુંબને મજબૂત બનાવે છે જ્યારે શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ ફક્ત પોતાને જ ફાયદો કરે છે.

વર્તમાન સામાજિક બિમારીઓનો સામનો કરવા અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે. મહિલાઓનું શિક્ષણ આજના સમાજમાં 33 ટકા અનામતની જરૂરિયાતને ખતમ કરી દેશે. સમાજનો સાચો અર્થ બહાર આવશે. માતાઓ હવે તેમના બાળકોની પ્રાથમિક શિક્ષિત છે તે જોતાં, જો સ્ત્રી શિક્ષિત હોય તો હવે સાક્ષરતા અભિયાનની જરૂર નથી.

આજના શિક્ષણને કારણે મહિલાઓએ વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને હવે સફળતાની સીડી ચડી રહી છે જે પુરુષોને શરમાવે છે. આધુનિક સંસ્કૃતિમાં નિરક્ષરતા, કન્યા વેચવા અને સગીર વયના લગ્નને કારણે! લાકડાની વળગાડ મુક્તિ હવે ખરાબ વસ્તુ નથી.

પુરૂષોનું વર્ચસ્વ ધરાવતા સમાજમાં સ્ત્રી હવે પુરુષના હાથમાં રમવાની વસ્તુ નથી. ઘરની સીમમાં નૃત્ય કરવા માંગતા હોય તેમ અભિનય કરવામાં કોણ સક્ષમ છે? કારણ કે મહિલા પુરૂષમાં બદલાઈ ગઈ છે. એક શિક્ષિત મહિલા સામાજિક ધોરણો અને રૂઢિચુસ્ત વર્ગને તોડીને ઉભરી આવી છે, અને શિક્ષણ તેની સફળતાની ચાવી છે.

ગઈ કાલની મહિલા તેના ઘરની ચાર દિવાલોની અંદર દહેજની આગમાં સળગી ગઈ હતી. આજ સુધી? આ સ્થિતિ હવે અસ્તિત્વમાં નથી કારણ કે રાજકારણ, સાહિત્ય અને વિજ્ઞાન બધા એક જ સ્તર પર છે. આપણી સામે ઈન્દિરા ગાંધી, માર્ગારેટ ટ્રેચર, શેખ હસીના, ચંદ્રિકા કુમારતુંગે, વગેરેના ઉદાહરણો છે.

કુશળ વક્તા હોય તેવી મહિલાઓમાં ઋતુભારા અને ઉમાભારતીનો સમાવેશ થાય છે. તેમના વ્યક્તિત્વમાં વિવિધતા દ્વારા, કિરણ બેદી જેવી સ્ત્રીઓએ પણ લેખક તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. દરેક વસ્તુનું મૂળ કારણ શું છે? જ્ઞાન પોતે! ગુજરાતમાં હવે અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે, જે એકવીસમી સદીનું ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરશે. વર્તમાન વહીવટીતંત્ર દ્વારા સ્ત્રી શિક્ષણને આગળ વધારવા અને સુધારવા માટે અસંખ્ય લાભદાયી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

પરિણામે, આજકાલ સ્ત્રી શિક્ષણ પણ નોંધપાત્ર છે. જો મહિલાઓ વધુ સારું શિક્ષણ મેળવે તો આપણે વધુ હોશિયાર દીકરીઓ, સમર્પિત જીવનસાથી, આધીન માતાઓ અને વધુ સારા નાગરિકો પેદા કરી શકીશું.

આ બધાનો સારાંશ એમ કહી શકાય કે દરેક માતા અને પિતાએ સ્ત્રી શિક્ષણનો રથ દોરવો જ જોઈએ. દીકરીઓ ભણેલી હોવી જોઈએ. સમાજ માટે ચિંતાનો વિષય રહેશે. દીકરી ભણશે તો તેના માતા-પિતા અને સાસરિયાઓના ઘર તોડી પાડવામાં આવશે.

કન્યા કેળવણી નું મહત્વ Kanya Kelavani Nibandh in Gujarati


મહિલા શિક્ષણ હવે તેમના મુક્તિ માટે નિર્ણાયક છે. સ્વામી દયાનંદના મતે, શિક્ષિત, બુદ્ધિશાળી અને અનુકૂળ સ્ત્રી આખા કુટુંબને મજબૂત બનાવે છે જ્યારે શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ ફક્ત પોતાને જ ફાયદો કરે છે.

જ્યારે પહેલાથી જ રહેલી સામાજિક બિમારીઓને ઓછી કરવા માટે સ્ત્રી શિક્ષણની જરૂર પડશે ત્યારે જ સમુદાય ખરેખર એક બનશે. માતાઓ હવે મોટા ભાગનું બાળકનું પ્રારંભિક શિક્ષણ પૂરું પાડે છે, તેથી જો સ્ત્રી શિક્ષિત હોય તો હવે સાક્ષરતા અભિયાનની જરૂર નથી.

મહિલાઓએ દરેક સર્જનાત્મક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. આધુનિક શિક્ષણને કારણે મહિલાઓએ કારકિર્દીની સીડીઓ સર કરી છે. શિક્ષણને કારણે આજની સંસ્કૃતિમાંથી દૂષણો નાબૂદ થયા છે, જેમાં બાળ લગ્ન, સ્ત્રી જનન અંગછેદન અને પુત્રીનો જન્મ થતાં જ દૂધનું સેવન કરવું.

સ્ત્રી હવે પુરૂષનું રમકડું નથી જે સમાજમાં જ્યાં પુરૂષોનું વર્ચસ્વ હોય ત્યાં ઘરની ચાર દીવાલોમાં રહીને તેની સાથે રમી શકે. કારણ કે મહિલા પુરૂષમાં બદલાઈ ગઈ છે. એક શિક્ષિત મહિલા સામાજિક ધોરણો અને રૂઢિચુસ્ત વર્ગને તોડીને ઉભરી આવી છે, અને શિક્ષણ તેની સફળતાની ચાવી છે.

ગઈ કાલની મહિલા તેના ઘરની ચાર દિવાલોની અંદર દહેજની આગમાં સળગી ગઈ હતી. જોકે, આજે એવું નથી. આજની નારી રાજકીય ક્ષેત્રે તેમજ વિજ્ઞાન અને સાહિત્યના ક્ષેત્રોમાં પ્રવેશી છે.

આપણે મધર ટેરેસા, માર્ગારેટ થેચર અને ઈન્દિરા ગાંધીના ઉદાહરણો જોઈ શકીએ છીએ. તેમના વ્યક્તિત્વને અલગ કરીને, કિરણ બેદી જેવી મહિલા લેખકો સફળ થઈ છે. દરેક વસ્તુનું મૂળ કારણ શું છે? માત્ર શિક્ષણ! વર્તમાન વહીવટીતંત્ર દ્વારા વૈશ્વિક સ્તરે શિક્ષણને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે અસંખ્ય લાભદાયી પહેલ કરવામાં આવી રહી છે.

પરિણામે, આધુનિક વિશ્વમાં સ્ત્રી શિક્ષણ નિર્ણાયક છે. સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ નિઃશંકપણે વધુ ઋષિ પુત્રીઓ, સમર્પિત પત્નીઓ, આજ્ઞાકારી માતાઓ અને એકંદરે વધુ સારા નાગરિકો પેદા કરશે.

અંતે, એ જણાવવું જરૂરી છે કે સાર્વત્રિક શિક્ષણના રથને ખેંચવાની જવાબદારી દરેક માતા અને પિતાની છે. સમાજે પોતાની દીકરીઓના શિક્ષણની ચિંતા કરવી જોઈએ.

All Gujarati Nibandh Created By Nibandh Gujarati

કન્યા કેળવણી નિબંધ Kanya Kelavani Nibandh in Gujarati

સોમવાર, 10 જુલાઈ, 2023

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય | Gujarati Nibandh Lekhan

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય | Gujarati Nibandh Lekhan

Gujarati Nibandh Lekhan : નીચે નિબંધનાં કેટલાંક શીર્ષક આપ્યાં છે. તમે એ વિષયો પર ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય કરો :

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય | Gujarati Nibandh Lekhan

  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા
  • મારા પ્રિય લેખક
  • મેં જોયેલી એક દુર્ઘટના
  • મારો પાદગાર પ્રવાસ
  • જો હું મુખ્યમંત્રી હોઉં તો
  • શહેરીજીવનની સમસ્યાઓ
  • પુસ્તકો : આપણાં મિત્રો
  • એક સકાયેલા ઝાડની આત્મકથા
  • જાગ્યા ત્યારથી સવાર
  • તહેવારોનું મહત્ત્વ
  • રોશવની રમતનાં મારાં સંસ્મરણો
  • મિત્રતાની મીઠાશ
  • સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
  • જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
  • સાગર તટે સંધ્યા
  • મારો પ્રિય સર્જક
  • જો હું કવિ હોઉં તો....
  • મારો પ્રિય તહેવાર
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
  • મારું પ્રિય પુસ્તક
  • ગામડું બોલે છે.
  • નેત્રદાનઃ મહાદાન
  • વૃદ્ધાશ્રમની મુલાકાત
  • વસંત – વનમાં અને જનમાં
  • આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
  • જીવનમાં રમતગમતનું મહત્ત્વ
  • વર્ષાઋતુ
  • પરિશ્રમ એ જ પારસમણું
  • ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
  • પાણી બચાવો - પાણી બચાવો
  • પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
  • દીકરી, ઘરની દીવડી
  • વિદ્યા વિનયથી શોભે છે 
  • પ્રાર્થના – જીવનનું બળ
  • માતૃભાષાનું મહત્વ
  • વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
  • રક્તદાન મહાદાન
  • મારી પ્રેરણામૂર્તિ
  • માનવી – પશુની નજરે
  • સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર

Nibandh Gujarati વેબસાઇટના ગુજરાતી નિબંધની યાદી

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય | Gujarati Nibandh Lekhan
Also Read ::  ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ?

પ્રાકૃતિક ગુજરાતી નિબંધ લેખન

  • ઉતરાયણ વિશે નિબંધ
  • વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
  • પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
  • કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  • ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
  • વહેલી સવારનું ભ્રમણ
  • વર્ષાઋતુ નિબંધ
  • મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ
  • અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
  • વિનાશક વાવાઝોડું નિબંધ
  • પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ

તહેવાર વિષયક નિબંધ લેખન

ગુજરાતી નિબંધ લેખન 
  • હોળી પર નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • મહાશિવરાત્રી નિબંધ
  • જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  • જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  • ઉનાળામાં વેકેશન નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષા બંધન નિબંધ ગુજરાતી
  • દશેરા વિશે નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • 15મી ઓગસ્ટ નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • દિવાળી વિશે નિબંધ
  • નાતાલ નિબંધ
  • શિયાળાની સવાર નિબંધ
  • 26 મી જાન્યુઆરી નો નિબંધ
  • શરદ પૂર્ણિમા વિશે નિબંધ
  • મારો પ્રિય તહેવાર નિબંધ

સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ

ગુજરાતી નિબંધ લેખન 
  • કન્યા કેળવણી નિબંધ
  • મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી
  • બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
  • વાંચન નું મહત્વ ગુજરાતી નિબંધ લેખન
  • નારી તું નારાયણી નિબંધ
  • નારી સશક્તિકરણ નિબંધ
  • માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
  • દીકરી ઘરનો દીવો નિબંધ
  • ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • સમયનું મહત્વ નિબંધ
  • શ્રમનું મહત્વ નિબંધ
  • ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  • કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ ગુજરાતી નિબંધ
  • ભ્રષ્ટાચાર નિબંધ
  • પર્યાવરણ નું મહત્વ નિબંધ
  • પર્યાવરણ બચાવો નિબંધ
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
  • જય જય ગરવી ગુજરાત નિબંધ
  • ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  • આત્મનિર્ભર ભારત નિબંધ
  • જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  • ગાય વિશે નિબંધ
  • માનવ અને પશુની મૈત્રી નિબંધ
  • મોર વિશે નિબંધ
  • માતૃભાષા નું મહત્વ નિબંધ
  • માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  • પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  • વૃક્ષો આપણા મિત્રો નિબંધ
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ
  • વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
  • વિશ્વ બંધુત્વ નિબંધ
  • મિત્રતાની મીઠાશ નિબંધ
  • પ્રવાસનું મહત્વ નિબંધ
  • સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
  • જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
  • વિજ્ઞાનનું મહત્વ નિબંધ
  • પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
  • વસ્તી વધારો નિબંધ
  • ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
  • મને શું થવું ગમે નિબંધ
  • શિક્ષક દિન નિબંધ
  • સૈનિક વિશે નિબંધ
  • કુદરતી આપત્તિ નિબંધ
  • હાય રે ! મોંઘવારી નિબંધ
  • કારગિલ વિજય દિવસ
  • વિશ્વ સંસ્કૃત દિવસ
  • વિશ્વ આદિવાસી દિવસ
  • વિશ્વ મહિલા દિવસ નિબંધ
  • રાષ્ટ્રીય એકતા નિબંધ
  • કન્યા વિદાય નિબંધ
  • યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
  • મારી શાળા નિબંધ
  • મારો શોખ નિબંધ
  • મારું ગામ નિબંધ
  • મારું શહેર નિબંધ
  • મારા દાદાજી નિબંધ
  • મારા દાદીમાંનિબંધ
  • મારા સપનાનું ભારત નિબંધ
  • મારા શૈશવના સંસ્મરણો નિબંધ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
  • આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
  • મારી પ્રિય રમત ક્રિકેટ ગુજરાતી નિબંધ લેખન
  • મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
  • જાહેરાતોનું વિશ્વ નિબંધ
  • મતદાન જાગૃતિ નિબંધ
  • પિતા દિવસ નિબંધ
  • પશુ પ્રેમ ગુજરાતી નિબંધ લેખન
  • પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
  • પોપટ વિશે નિબંધ
  • હાથી વિશે નિબંધ
  • કુતરા વિશે નિબંધ
  • સિંહ વિશે નિબંધ
Gujarati Nibandh

આત્મકથાત્મક નિબંધ લેખન

Gujarati Nibandh
  • એક નદીની આત્મકથા નિબંધ
  • એક ફૂલની આત્મકથા નિબંધ
  • એક ખેડૂતની આત્મકથા નિબંધ
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
  • એક રૂપિયાની આત્મકથા નિબંધ
  • એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
  • નિશાળનો બાંકડો બોલે છે...આત્મકથા નિબંધ
  • એક ચબુતરાની આત્મકથા ગુજરાતી નિબંધ લેખન
  • એક વડલાની આત્મકથા નિબંધ
  • એક ભિખારીની આત્મકથા નિબંધ
  • એક ફૂલની આત્મકથા નિબંધ
  • એક છત્રીની આત્મકથાનિબંધ
  • એક ઘડિયાળની આત્મકથા નિબંધ
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
  • જો હું સૈનિક હોઉં તો... નિબંધ
  • જો હું વડાપ્રધાન હોઉં તો...ગુજરાતી નિબંધ લેખન

વ્યકિતલક્ષી- જીવનલક્ષી ગુજરાતી નિબંધ લેખન

ગુજરાતી નિબંધ લેખન
  • ગાંધીજીના વિચારો નિબંધ
  • ભગતસિંહ વિશે નિબંધ
  • મધર ટેરેસા વિશે નિબંધ
  • જવાહરલાલ નહેરુ નિબંધ
  • ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
  • ગુરુ નાનક પર નિબંધ
  • મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
  • ડૉ. વિક્રમ સારાભાઈ નિબંધ
  • ડૉ. APJ અબ્દુલ કલામ નિબંધ
  • લાલ બહાદુર શાસ્ત્રી નિબંધ
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ગુજરાતી નિબંધ લેખન
  • અટલ બિહારી વાજપેયી નિબંધ
  • ચંદ્રશેખર આઝાદ નિબંધ
  • રાણી લક્ષ્મીબાઈ નિબંધ
  • સ્વામી વિવેકાનંદ ગુજરાતી નિબંધ લેખન
  • છત્રપતિ શિવાજી મહારાજ નિબંધ
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ
  • અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ

વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ લેખન