Nibandh Gujarati

Knowledge of Gujarati....

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી | Swachhta Tya Prabhuta Nibandh Gujarati

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી (Swachhta Tya Prabhuta Nibandh Gujarati) આપવામાં આવેલ છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી | Swachhta Tya Prabhuta Nibandh Gujarati

આવા જ અન્ય Gujarati Nibandh કે જે ધોરણ 10, ધોરણ 12, UPSC, GPSC Mains માં પૂછાઇ શકે તેવા ગુજરાતીમાં નિબંધો માટે Nibandh Gujarati ની મુલાકાત અવશ્ય લેવી.

અહીં ગુજરાતી સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે  ત્રણ નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી: 1

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી | Swachhta Tya Prabhuta Nibandh Gujarati

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ વિષે ગુજરાતીમાં નિબંધ
  • પ્રસ્તાવના
  • સ્વચ્છતાની જરૂર
  • ગામડાં અને શહેરોની ગંદકી
  • ગંદકીની અસર
  • સ્વચ્છતાની અસર
  • સ્વચ્છતા માટેના ઉપાયો
  • ઉપસંહાર
  • જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા.

સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે ! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે !

આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ , કપડાં વગેરે સ્વચ્છ હોવાં જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય , તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.

ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો લેફાલે છે. લોકોનાં શરીર, કપડાં અને ઘર પણ ઘણાં ગંદાં હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે . ઠેર ઠેર અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે.

કચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.

સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે.

આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં પ્રસારમાધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. શાળાના શિક્ષણકાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક શાળાના સફાઈ-કાર્યક્રમમાં જોડાય અને સફાઈકામ કરવામાં નાનમ ન અનુભવે. મહિનામાં એક વાર શાળામાં સફાઈસપ્તાહ ઊજવવું જોઈએ. વળી ગામના અને શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ. આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે. સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુધડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી: 2

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી - 100 શબ્દો

જ્યાં સ્વચ્છતા , ત્યાં પ્રભુતા સ્વચ્છતા કોને ન ગમે ?

આપણું શરીર સ્વચ્છ હોય , આપણાં કપડાં સ્વચ્છ હોય, આપણું ઘર આંગણું સ્વચ્છ હોય , આપણો લત્તો સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણાં જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય.

આપણામાં ઘણી કુટેવો છે. આપણે જ્યાંત્યાં ગંદકી કરીએ છીએ. ગમે ત્યાં કચરો નાખીએ છીએ. ગમે ત્યાં થૂંકીએ છીએ. જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દીવાલો ગંદી કરીએ છીએ. ખુલ્લામાં કુદરતી હાજતે જઈએ છીએ. કચરાપેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આપણે રોગોના સહેલાઈથી ભોગ બનીએ છીએ.

આપણે આપણી કુટેવો સુધારવી જોઈએ. આપણે આપણાં શરીર સ્વચ્છ રાખવાં જોઈએ. ઘરની સફાઈની, શાળાની સફાઈની, જાહેર સ્થળોની સફાઈની આપણે કાળજી રાખવી જોઈએ.

અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ. સ્વચ્છતા રાખવાથી આપણાં તન અને મન તાજગી અનુભવે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ વધે છે. રોગચાળો ફેલાતો અટકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં સુંદરતા. સ્વચ્છતા ત્યાં પવિત્રતા.

Swachhta Tya Prabhuta Nibandh Gujarati

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી | Swachhta Tya Prabhuta Nibandh Gujarati


સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી: 3

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી | Swachhta Tya Prabhuta Nibandh Gujarati

પ્રસ્તાવના:

સ્વચ્છતા એ એવું પ્રકરણ છે જેનો મહત્વ માનવ જીવનમાં અત્યંત મોટો છે. આ પ્રપંચમાં અમે જે જેમ વસ્ત્રો પહેરીએ, ખોરાક લેવાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છે તેમ જ અમે અપની સતત ચર્મચાપમાં અને પર્યાવરણમાં પણ કામગીરી કરીએ છે. સ્વચ્છતા ની જરૂરિયત નો અનુભવ થતો માનવ પર્યાવરણમાં સાફાઈનો જોગદાન કરે છે, જે આ નિબંધમાં અમે વિસ્તારે આપીશું.

સ્વચ્છતા નો મહત્વ:

સ્વચ્છતા માનવ સમાજ અને પર્યાવરણને સુંદર, સ્વસ્થ અને જીવંત રાખવાનો માધ્યમ છે. એક સાફ અને સુંદર પર્યાવરણ વિકસિત અને સુરક્ષિત સમાજની નિર્માણ માં મહત્વપૂર્ણ ભૂમિકા અદાય છે. સાફ-સફાઈ ના અભ્યાસથી મહિલાઓનું સાંસ્કૃતિક વિકાસ થાય છે અને ત્યાં સુરક્ષામાં વૃદ્ધિ થાય છે. સાફાઈનું અભ્યાસ કરતાં આપણામાં દૈહિક અને માનસિક સ્વાસ્થ્યનું માનસિક વિકાસ થાય છે.

સ્વચ્છતા અને આરોગ્ય:

સાફ રહેલી પરિસ્થિતિમાં રહેવું માનવ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. માનવ સમાજની સારી આરોગ્ય માટે સાફ-સફાઈની પાલન કરવી જોઈએ. મહિલાઓ અને બાળકો આરોગ્યને લઈને મહત્વની રીતે સાફાઈનો અભ્યાસ કરે છે. વિશેષકર બાળકોની સારી આરોગ્ય માટે સ્વચ્છતાનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણકે તેમની સારી શિક્ષણને મળતી છે અને તેમ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય.

પર્યાવરણ સંરક્ષણ:

સ્વચ્છતા અને પર્યાવરણનો સંરક્ષણ અને તમામના જીવનનો સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદાય છે. પ્રદૂષણ, અશ્વાસની સંકુચન, ધરતીનો તાપમાન વગેરેના ખતરની સ્થિતિઓ સાથે નિપટવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ માટે, સાફ-સફાઈનું મહત્વનો મનાય છે. સાફ-સફાઈનો અભ્યાસ કરવાથી આપણી પ્રદૂષણમુક્તિ અને પર્યાવરણનો સંરક્ષણ થાય છે.

શિક્ષણ અને સાક્ષરતા:

સાક્ષરતા સમાજની સારી વિકાસની આધારશિલા છે. સાક્ષરતાનો અભ્યાસ કરતાં સમાજમાં જ્ઞાન, શિક્ષણ, સાક્ષરતા અને વિવિધ વ્યવસાયોનું વિકાસ થાય છે. આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રગતિનો માર્ગ સાક્ષરતાના દ્વારા જ ઉઘરે છે.

સાફાઈ અને જાગૃતિ:

સાફ-સફાઈનો અભ્યાસ માનવ જીવનમાં જાગૃતિ મૂકે છે. સાફ-સફાઈનો અભ્યાસ આપણે વ્યક્તિગત અને સામાજિક સ્તરે વધુ જાગૃતિ મૂકી શકીએ. સાફ-સફાઈનો અભ્યાસ માનવ સમાજને વાતચેતવી અને જાગૃતિ બનાવે છે કે કેવું અસંગઠિત અને અસ્વચ્છ સમાજ જેવું ન રહે.

સમાજમાં જાગૃતિ પેદા થવા માટે સાફ-સફાઈ કે અભ્યાસ માટે જરૂરી છે. સમાજમાં જાગૃતિ અને સંવેદનશીલતા વધારવાનો અભ્યાસ કરતાં મહત્વનું એવું પરિણામ મળે છે કે સમાજમાં બેહતર આવા ક્રિયાત્મક બદલાવો થાય.

સંસ્કૃતિક પ્રગતિ:

સાફાઈનો અભ્યાસ આપણી સંસ્કૃતિક પ્રગતિમાં મહત્વનો ભૂમિકો અદાય છે. સાફ-સફાઈનો અભ્યાસ આપણી પરંપરાગત સંસ્કૃતિને પ્રશંસા આપે છે અને તેમનો ઉત્તમનું આર્થિક અને સામાજિક વિકાસ થાય છે.

નાગરિક જીવનમાં સાફાઈનો અભ્યાસ:

નગરમાં સાફ-સફાઈનો અભ્યાસ કરવાથી નાગરિક જીવનમાં સાફ-સુથ્રતાનો અભ્યાસ બને છે. યોજનાબદ્ધ રીતે વસવું, આપણી સારી સામાન્યગતિ અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

સાફાઈ અને માનવ માનવધર્મ:

સાફાઈનો અભ્યાસ એક અગાધ માનવધર્મનું ભાગ છે. માનવને પ્રદૂષણ, દુષ્કૃતિ, અશ્વાસની સંકુચન, મૂળાયની આદતો મુકત કરવાનો અધિકાર છે. આપણી માનવતાને જોડવાનો એવું માનવધર્મ છે.

નિષ્કર્ષ: Swachhta Tya Prabhuta Nibandh Gujarati

આપણા વાતચેતવી અને સાવધાનીને બનાવી રાખીને, સ્વચ્છતા નો અભ્યાસ વધું વધુ સમય સુધી જારી રાખવાનું આવશ્યક છે. સાફાઈની પાલનનો અભ્યાસ કરતાં, આપણે આપણી સુખ-સમૃદ્ધિ માટે એવી અગાધ પ્રતિબદ્ધતા અને જવાબદારી પ્રદાન કરીએ છે. આ રીતે, આપણું સંજીવન અને આપણી પ્રકૃતિને માનવને સમર્પિત રહેવામાં આવે છે. સ્વચ્છતાનું અભ્યાસ આપણે આપણી આગામી પીઢીઓને પણ શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે અને તમામની સારી સામાજિક, આરોગ્યક્ષેત્ર, અને પર્યાવરણ સંકુચનની સમસ્યાઓથી નિપટવામાં મદદ મળે. સાફ-સફાઈનો અભ્યાસ માનવ સમાજની સારી પ્રગતિ અને વિકાસની મૂળમાં રહે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ ગુજરાતી

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ એટલે કે Swachhta Tya Prabhuta Nibandh Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો