Nibandh Gujarati

Knowledge of Gujarati....

સોમવાર, 17 ઑક્ટોબર, 2022

ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ?

ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ? : નિબંધ શબ્દ સાંભળતાની સાથેજ આપના મનમાં એક આવો ખ્યાલ આવશે કે ખુબજ લાંબુ લખાણ. અત્યારે વિદ્યાર્થીઓ કે જેને ધોરણ 10ની પરીક્ષા હોય, ધોરણ 12 ની પરીક્ષા હોય કે પછી GPSC ની મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું પેપર હોય કઈ પણ કરો પરંતુ પેજ ( પાનાં ) ભરો એવી ધારણાથી ઘેરાયેલા છે. પરંતુ હકીકત એ નથી ! તો આજે હું આપને ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ? તે અંગેની સંપૂર્ણ સમજ આ લેખમાં આપીશ. આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલ આ માહિતી તમને ખુબજ ઉપયોગી બનછે.
ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ?


ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ?

ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ? એ સમજતા પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે તે વિષય અને તે ભાષાનું તમારી પાસે શબ્દભંડોળ કેટલું છે ? એકજ શબ્દ ને તમે કેટલા પર્યાયવાચી શબ્દ ( સમાનર્થી શબ્દો ) દ્વારા રજૂ કરી શકો છો.

જો તમારા જોડે પૂરતા પ્રમાણમાં શબ્દભંડોળ હશે તો તમારું ગુજરાતીમાં નિબંધ લખવાનું ઘણુ-ખરું કામ આસાન બની જશે.

ફક્ત તમારે તમારી જોડે રહેલા શબ્દોને એક વાક્યનું સ્વરૂપ આપી યોગ્ય જગ્યાએ ગોઠવવાના રહેછે.

પઝલમાં બંધ બેસતા કાર્ડને યોગ્ય રીતે ગોઠવીને જેમ સરસ ચિત્ર બનાવીએ છીએ તેમ શબ્દોને યોગ્ય વાક્યમાં ઢાળીને યોગ્ય જગ્યાએ લખવાથી એક સરસ અને સુંદર નિબંધ બને છે.

હવે કેટલાક વાંચકોને એ પ્રશ્ન થશે કે હવે આ વકયોની પણ યોગ્ય જગ્યા હોય ? |  ગુજરાતી નિબંધમાં વકયોને પણ યોગ્ય જગ્યા પર કઈ રીતે ગોઠવવા ?

તમારા આ પ્રશ્નના જવાબ માટે આપણે ગુજરાતી નિબંધના વિવિધ ભાગો સમજવા ખુબજ જરૂરી છે.

ગુજરાતીમાં નિબંધના વિવિધ ભાગો

કોઈ પણ ભાષમાં જ્યારે નિબંધ લખવાનો આવે ત્યારે સૌપ્રથમ આ વિવિધ ભાગો સમજવા ખુબજ જરૂરી છે.

ગુજરાતીમાં નિબંધના વિવિધ ભાગોને મુખ્ય ત્રણ ભાગ માં વહેચવો ખૂબ જરૂરી બને છે.

  1. પ્રસ્તાવના / પરિચય
  2. વિકસ / મધ્યભાગ
  3. ઉપસંહાર / નિષ્કર્ષ

ગુજરાતીમાં નિબંધની પ્રસ્તાવના / પરિચય

કોઈ પણ લેખની શરૂઆત પ્રસ્તાવના કે પરિચય થી જ કરવામાં આવે છે. ગુજરાતી નિબંધનો આ ભાગ ( પ્રસ્તાવના / પરિચય ) એ એવો ભાગ છે કે જેના દ્વારા તમે તમારા વાંચકોને આ લેખ શા માટે વાંચવો ? આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છો.

કોઈ પણ ભાષામાં નિબંધ લખો પરંતુ તેની પ્રસ્તાવના લખવી ખુબજ જરૂરી છે.

પ્રસ્તાવના : આ ભાગમાં તમે ( લેખક ) સંપૂર્ણ નિબંધની ટૂંકમાં પૂર્વધારણા અને ટૂંકો સાર પ્રસ્તુત કરે છે. જે ને વિષયપ્રવેશ પણ કહેવાય છે.

જે ગુજરાતીમાં નિબંધની પ્રસ્તાવના એ વાંચકને લેખ વાંચવા માટે પ્રેરિત કરે છે. જેથી વાંચકને નિબંધ જાણવાની ઉત્સુકતામાં વધારો કરી શકાય છે.

જેમ કોઈ પણ મૂવી માં તેનું ટ્રેલર રિલીસ કરીને તેમાં ઉત્સુકતા વધતાવમાં આવે છે, તેમ ગુજરાતીમાં નિબંધની પ્રસ્તાવના એ એક પ્રકારના ટ્રેલરનું જ કાર્ય કરે છે.

ટૂંકમાં, ગુજરાતીમાં નિબંધની પ્રસ્તાવના / પરિચય એટલે સંપૂર્ણ નિબંધનો ટૂંકો સાર જે વાંચકને સંપૂર્ણ માહિતી સાથે નિબંધ વાંચવા પ્રેરિત કરે છે.

ગુજરાતી નિબંધનો મધ્યભાગ / વિકાસ

નિબંધનો મધ્યભાગ / નિબંધનો વિકાસ એ લેખકને મુક્ત રીતે લખવાની છૂટ આપે છે, પરંતુ અહી લખવામાં આવેલ તમામ માહિતી તમારી પ્રસ્તાવનાને અનુરૂપ હોવી ખુબજ જરૂરી છે.

ગુજરાતી નિબંધના મધ્યભાગમાં લેખક જે કઈ પણ લખે છે તે સંપૂર્ણ તથ્યો સાથે અનુરૂપ હોવું જરૂરી છે.

મધ્યભાગ નો વિકાસ કરવામાટે લેખકે એ ધ્યાન રાખવી જરૂરી છે કે 3 થી 4 ફકરા લખવા અને શક્ય હોય ત્યાં સુંધી ભાષા સરળ અને સુઘડ રાખવી.

ગુજરાતી નિબંધનો અંતિમ ભાગ / નિષકર્ણ

કોઈ પણ  નિબંધનો આ છેલ્લો અને અંતિમ ભાગ છે. અહી લેખક દ્વારા લખવામાં આવેલ સંપૂર્ણ નિબંધનો મર્મ ( નિબંધનો મતલબ ) શું છે, તે સ્પષ્ટ કરવામાં આવે છે.

ગુજરાતી નિબંધના વિષયો

દરેક વ્યક્તિએ ગુજરાતીમાં નિબંધ લખવામાટે ગુજરાતી નિબંધના વિષયો જાણવા ખૂબ જરૂરી છે.
  1. સામાજિક સમસ્યા
  2. રાજકારણ
  3. વૈજ્ઞાનિક વિષયો
  4. તહેવારો
  5. આર્થિક સમસ્યાઓ
  6. ટેકનૉલોજિ
આવા ઘણા બધા વિષયો પર ગુજરાતી નિબંધ લખવામાં આવે છે.

Note :: UPSC, GPSC જેવી પરીક્ષામાં થોડા અઘરા વિષયો પર નિબંધ પુછવામાં આવે છે.

ગુજરાતીમાં સારો નિબંધ લખવા માટે કેટલાક નિયમો

નીચે કેટલાક નિયમો આપ્યા છે આ નિયમોનું પાલન કરવાથી ગુજરાતીમાં સરસ નિબંધ લખી શકાય છે.
  1. કોઈ પણ વિષય પર નિબંધ લખતા પહેલા તેના અંગે થોડું વિચરવું. વિચારેલ આ વિષયને વિવિધ મુદ્દામાં વહેચી લેવા.
  2. નિબંધની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ.
  3. વિચારોને યોગ્ય અને વ્યવસ્થિત ક્રમમા ગોઠવવા.
  4. વિચારોનું પુનરાવર્તન ના થાય તે અંગે ખાસ ધ્યાન રાખવું.
  5. ભાષા સંબધિત ભૂલો ને દૂર કરવી.
  6. જરૂર જણાય તો પહેલા રફ વર્કમાં મહત્વના મુદ્દા લખવા.
  7. દરેક નિબંધમાં શીર્ષક આપવું. જુરૂર જણાય તો પેટા શીર્ષક નો પણ ઉપયોગ કરવો.
  8. કોઈ વ્યક્તિ / કવિ દ્વારા કહેવાયેલ કોઈ પંક્તિ બંધબેસતી જણાય તો તે પંક્તિનો પણ યોગ્ય જગ્યા પર ઉલ્લેખ કરવો.
યાદ રાખો : 

ગુજરાતીમાં નિબંધને શીર્ષક અને પેટા શીર્ષક માં વિભાજિત કરો.

શીર્ષક અને પેટા શીર્ષક નીચે લાઇન દોરો.

નિબંધ ને ખુબ જ લાંબો ન લખો.


ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ? : નિષ્કર્ષણ

નિષ્કર્ષણ : આપવામાં આવેલ લેખ ગુજરાતીમાં નિબંધ કેવી રીતે લખવો ? અંગે સંપૂર્ણ માહિતી અંગે ખ્યાલ આવી ગયો હશે. વધુ માહિતી તેમજ અલગ - અલગ વિષય ના નિબંધો માટે NibandhGujarati ની અવશ્ય મુલાકાત લેવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો