Nibandh Gujarati

Knowledge of Gujarati....

સોમવાર, 31 ઑક્ટોબર, 2022

ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા : અવાજનું પ્રદૂષણ નિબંધ

  અવાજનું પ્રદૂષણ નિબંધ : અત્યારે વધી રહેલા વાહનો, ડીજે તેમજ કંપનીઓના કારણે ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા બની ગયેલ છે.

અણગમતા આવજો અને બિનજરૂરી આવજોને જે સાંભળવા ન ગમતા હોય તેને અવાજનું પ્રદૂષણ કહેવામા આવે છે.

ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા : અવાજનું પ્રદૂષણ નિબંધ : Noise Pollution


ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા સ્વરૂપે આજે આખા વિશ્વમાં ફેલાયેલ છે. જમીન પર તો અવાજનું પ્રદૂષણ વાહનો અને મોટા મોટા ડીજે દ્વારા ફેલાય છે. પરંતુ માનવીઓ દ્વારા વિકાશ ની યાત્રા સાથે સાથે અવકાશ અને વાતાવરણને પોતાના પ્રદૂષણ ના શિકાર બનાવેલ છે.


ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા : અવાજનું પ્રદૂષણ નિબંધ

અવાજનું પ્રદૂષણ નિબંધ : જે આવજો સ્વસ્થ્યને નુકશાન પહોચાડે તે બધાજ આવજો ને ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. અવાજનું પ્રદૂષણ વાતાવરણમાં ખુબજ નુકશાન કારક છે. અત્યારના સમયે ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે.

Gujarati Nibandh List | Gujarati essay List

ધ્વનિ પ્રદૂષણ એટલે શું ?

અવાજનું પ્રદૂષણ એટલે વાતાવરણમાં અનિશ્ચનીય આવજોના કારણે જે કઈ પણ ફેરફાર થાય કે જે પર્યાવરણ માટે હાનિકારક હોય છે.

આવા અનિશ્ચનીય ફેરફારોને ધ્વનિપ્રદૂષણ કહેવાય છે.


અવાજનું પ્રદૂષણ નિબંધ

કોઈપણ અવાજ ક્યારે પ્રદૂષણ કહેવાય : જે આવજો આપણાં અને પ્રાણીઓ માટે નુકશાન કારકન હોય તે અવાજનું પ્રદૂષણ કરતાં ધ્વનિ નથી. પરંતુ જે આવજો સ્વસ્થ્ય માટે નુકશાન કારક હોય તે ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે.

WHO ( વિશ્વ આરોગ્ય સંસ્થા ) દ્વારા આવજો માટે એક એકમ નક્કી કરવામાં અવવેલ છે. આ એકમ કરતાં વધારે અવાજને અવાજનું પ્રદૂષણ કહેવાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ધ્વનિ પ્રદૂષણ માટે db ( ડેસીબલ ) એકમ નક્કી કરેલ છે. 85 db કરતાં વધારે આવૃત્તિ વાળો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે.


અવાજનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે ?

અત્યારે વધીરહેલા વાહનો ના કારણે. તેના લીધે જે ટ્રાફિકની સમસ્યા થાય છે તે. બિન જરૂરી વાહનોના મોટા આવજો સાથે વાગતા હોર્ન અને મોટા મોટા આવજો સાથે વાગતા ડીજે તેમજ સ્પીકરોનો અવાજ અવાજનું પ્રદૂષણ ફેલાવા માટે કારણભૂત પરિબળ છે.

ધ્વનિ પ્રદૂષણ માટે અસંખ્ય સ્ત્રોતો જવાબદાર છે. શહેરી વિસ્તારોમાં રહેલા ઉદ્યોગો, મિલો, કંપનીઓ, ફેક્ટરીઓ વગેરે જવાબદાર છે.

ઇમારતોના બાંધકામ માટે વપરાતા તમામ પ્રકરણ સાધનો, મશીનો, મિલરો વગેરે ધ્વનિ પ્રદૂષણ માટે ખુબજ જવાબદાર છે.

અવાજનું પ્રદૂષણ માટે પ્રસંગો પણ એટલા જ જવાબદાર છે. પ્રસંગો કે તહેવારો દરમિયાન વગાડવામાં આવતા બિનજરૂરી લાઉડ સ્પીકરો પણ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે.

અવકાશ માં છોડવામાં આવતા ઉપગ્રહોના રોકેટ ના આવજો, જેટ વિમાનોના આવજો, વિમાનો, રોકેટ તેમજ ટ્રેન વગેરેના આવજો પણ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર મૂળભૂત કારણો છે.


ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ની અસરો : અવાજનું પ્રદૂષણ નિબંધ

અવાજનું પ્રદૂષણ : ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે. જેના લીધે ઘણી બધી હાનિકારક અસરો ઉત્પન્ન થાય છે. તેમની કેટલીક અસરો નીચે આપેલ છે,


ધ્વનિ પ્રદૂષણની આરોગ્ય પર અસર

અવાજનું પ્રદૂષણ આરોગ્ય પર ઘણી બધી હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે. આ અસરોના લીધે માનવીના આરોગ્ય પર ઘણી ગંભીર અસરો જોવા મળે છે.

  • મનુષ્યને સાંભળવા અંગેની સમસ્યા કાયમી કે હંગામી ધોરણે ઉત્પન્ન થઈ શકે છે.
  • માનસિક સ્થિતિમાં ખલેલ પડે છે. જે થી અનિદ્રા, સ્વભાવ ચિડિયો જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • યાદશક્તિ ગુમાવવી, નીંદરમાં ખલેલ, એકાગ્રતા ઓછી થવી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • માથાનો દુખાવો, પાચનશક્તિ પર અસર વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • બ્લડ પ્રેસરમાં વધારો પણ થઈ શકે છે. તેમજ હ્રદય ને લગતા રોગો થાય છે.

ધ્વનિ પ્રદૂષણની પ્રાણીઓ પર અસરો

કરેલા સંશોધન મુજબ ધ્વનિ પ્રદૂષણની પ્રાણીઓ ના જીવન પર પણ ગંભીર અસરો ઉત્પન્ન કરે છે.
  • અવાજની વધુ તીવ્રતા ( અવાજનું પ્રદૂષણ ) ને લીધે દરિયાય સજીવોની પેસીઓ ને ઘણું નુકશાન પહોચે છે.
  • દરિયાય જીવો ધ્વનિ પ્રદૂષણ ના કારણે દિશા જાણવામાં મુશ્કેલી અનુભવે છે.
  • ચમચીડિયા જેવા પ્રાણીઓ અવાજના આધારે દિશાની જાણકારી મેળવતા હોય છે. તેને પણ નુકશાન થાય છે.
  • જે પ્રજાતિઓ અવાજ પ્રત્યે સંવેદનસીલ હોય તે પ્રાણીઓ પર ધ્વનિ પ્રદૂષણ ની ગંભીર અસરો જોવા મળે છે.

ધ્વનિ પ્રદૂષણની અસરો ઘટાડવાના ઉપાયો

અવાજનું પ્રદૂષણ નિબંધ : ધ્વનિ પ્રદૂષણની અસરો ઘટાડવા અથવા આપની વ્યક્તિગત રક્ષા કરવા માટે કેટલાક પગલાં લેવા જરૂરી છે.

ધ્વનિ પ્રદૂષણ ની અસર ઘટાડવા નીચે પ્રમાણે પગલાં લેવા જોઈએ.....

  • ઘોંઘાટ હોય તેવી જગ્યા પર જવી ત્યારે કાન ની સુરક્ષા માટે એરબર્ડનો ઉપયોગ કરવો.
  • અમુક વિસ્તારો ( દવાખાના, સ્કૂલો ) સાઈલંટ ઝોન જાહેર કરવા.
  • કારખાનાઓ, કંપનીઓ વગેરેમાં ખાલી મેદાનોમાં વૃક્ષો વાવવા જોઈએ.
  • મકાનોમાં અવાજ પ્રુફિંગ કરાવવું જોઈએ
  • એરપોર્ટની આજુ બાજુ માં વૃક્ષો વાવવા જોઈએ.
  • મિલ, કંપની, ફેક્ટરી વગેરે રહેણાક વિસ્તારથ દૂર રાખવા જોઈએ.
ધ્વનિ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા : અવાજનું પ્રદૂષણ નિબંધ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો