Nibandh Gujarati

Knowledge of Gujarati....

બુધવાર, 19 જુલાઈ, 2023

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati)

શું તમે ગુજરાતીમાં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ (Conservation of Nature Nibandh Gujarati)


પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં 'પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ'Conservation of Nature Nibandh Gujarati ) આપવામાં આવેલ છે.

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર ગુજરાતી નિબંધ રજુ કર્યો છે.


અહીં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ ગુજરાતી નિબંધ છે. જે 250 શબ્દોમાં અને 100 શબ્દોમાં શબ્દોમાં છે. જેનો ઉપયોગ અલગ અલગ ધોરણ 3 થી 12 સુધી કરી શકશો.

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Nibandh Gujarati

પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. મનુષ્ય અને તેની આસપાસનું સમગ્ર જગત પ્રકૃતિની દેન છે.

માનવજીવન પણ મોટા ભાગે પ્રકૃતિ પર આધારિત છે અને પ્રકૃતિને આધીન પણ છે, તેથી મનુષ્ય અને પ્રકૃતિ એકબીજાથી અભિન્ન છે.

પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Nibandh Gujarati

આપણું જીવન આદિકાળથી પ્રકૃતિની સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હોવા છતાં આપણે તેની સંભાળ રાખતા નથી. આપણી બેદરકારીને લીધે હવા-પાણી અને અવાજનું પ્રદૂષણ વધી ગયું છે, તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે. આથી ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવપ્રદેશો પરનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે અને સમુદ્રની સપાટીમાં ભયજનક હદે વધારો થઈ રહ્યો છે. સમુદ્રકિનારા પર વસેલાં તમામ મોટાં નગરો એક દિવસ સમુદ્રમાં સમાઈ જશે એવો ભય ઊભો થયો છે.

વિકાને નામે આપણે શહેરીકરણ અને ઔદ્યોગીકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. વાહનો, ઉદ્યોગો અને સુખ-સગવડનાં સાધનોને લીધે હવામાં ધુમાડો અને કાર્બનની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે. ગૅસ, કોલસો, ખનીજ તેલ અને અન્ય ખનીજોના ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. ઉદ્યોગો અને શહેરોના વિકાસ માટે ખેતરો અને જંગલોનો બેફામ ભોગ લેવાઈ રહ્યો છે, એનાથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ ગયું છે. પ્રાકૃતિક અસંતુલનને કારણે ત્રાતુચક્ર પણ ખોરવાઈ ગયું છે, તેને લીધે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્મલન, હિમપ્રપાતો, સુનામી અને વિનાશક ચક્રવાતો જેવી કુદરતી આફતોનું પ્રમાણ અને તીવ્રતામાં પ્રચંડ વધારો થયો છે, તેથી ભારે પ્રમાણમાં જાન-માલની હાનિ થઈ રહી છે. કુદરતી આફતો જો આમને આમ ત્રાટકયા કરશે તો એક દિવસ આખી માનવજાતનો સંપૂર્ણ સફાયો થઈ જશે !

હજારો વર્ષોની જહેમત બાદ માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. પ્રકૃતિનું રક્ષણ કરીશું તો જ આપણું રક્ષણ થશે. પ્રકૃતિનો વિનાશ એટલે સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ. 


સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ અને કોઈ પણ ભોગે તેનું જતન કરીએ. પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ


Conclusion: પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ નિબંધ

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ વિશે નિબંધ એટલે કે Conservation of Nature Nibandh Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

All Gujarati Nibandh

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો