મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati
શું તમે ગુજરાતીમાં મારા સ્વપ્નનું ભારત વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી રજુ કર્યો છે અને છેલ્લે Mara Svapnanu Bharat Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
તમે આ ગુજરાતી નિબંધ પણ વાંચી શકો છો
મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી
અહીં ગુજરાતી મારા સ્વપ્નનું ભારત વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં છે.
નીચે આપેલ મારા સ્વપ્નનું ભારત વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી Mara Svapnanu Bharat Nibandh in Gujarati
આહા …. પાંચ મિનિટ માટે પણ આંખ બંધ કરી વિચારું તો બંધ આંખોમાં મને જાણે કોઈ અલગ જ અનુભૂતિ થાય છે. આમ જુઓ તો મારા સપનામાં જે ભારતની હું કલ્પના કરું છું, ઘણેખરે અંશે કદાચ એ મારી પોતાની મારી જાત જયારે પણ રૂંધાય ત્યારે મને સમગ્ર ભારતની પરિસ્થિતિના બદલાવની ઇચ્છા થઇ જાય છે. આ અતિશયોક્તિ હોય તો પણ ભલે.પણ , હું ખરું આઝાદ ભારત જોવા ઇચ્છું છું.
દેશની આઝાદી માત્ર કોઈના શાસનને આધીન નથી. દેશની ખરી આઝાદી તો માનસિક સંકુચિતતાના નિકાલમાં છે. અહીં બહુ બધા ધર્મો છે. બિનસાંપ્રદાયિક દેશ ખરેખર એટલો બધો જડ છે કે અહીં લોકોને પોતાના ધર્મનું જ પૂરું જ્ઞાન નથી, પણ બીજાના ધર્મ સાથે હુંસાતુંસી જોરદાર કરે છે. આનો નિકાલ એ મારા સપનાનું ભારત છે.
અહીં સમાજના નિયમો આર્થિક સ્થિતિ મુજબના છે. હલકું લોહી હવાલદારનું એ જ ધારાધોરણ છે. લોકોનો ન્યાય પરથી ઉઠી જતો વિશ્વાસ પીડાદાયક છે. સમાન ન્યાય અને એક જ કાયદો, આ છે મારા સપનાનું ભારત.
જુના એકના એક રિવાજો ને પકડીને બેઠા છીએ. ખબર નહીં પણ લોકો કંટાળીને પણ આને છોડતા નથી. શિક્ષણમાં પણ ખૂબ ભાર અને વધુ કંટાળો ભરી આપણે એને પણ નીરસ બનાવી નાખ્યું. બસો વર્ષ પેલા બાબરને કેટલી બેગમ હતી એમાં જ અટવાયેલા રહેવાને બદલે ભારત આવનારા પચાસ વર્ષમાં કેવું થઇ શકે એ ભણવાની જરૂર મને વધુ લાગે છે. નોલેજ વધારે એવા પુસ્તકોનું શાળામાં આગમન, એ છે મારા સપના નું ભારત.
કેટલા વર્ષથી ધક્કા ખાતા સરકારી કર્મચારીને પેન્શન શરુ ના થાય અને પગારપંચ વધતું જાય. ત્યારે સાલું થાય છે કે લોકો જેટલું કામ કરે એ મુજબ જ એને મહેનતાણું મળવું જોઈએ. બિનજરૂરી સુવિધાઓ બંધ થવી જોઇએ. કોઈ પણ ગરીબની આંખોમાં ભારતીય હોવાનો ગર્વ છલકાય, એ છે મારા સપનાનું ભારત.
આજે પણ દશામાંનું વ્રત કરતી બેનો જોઉં તો થાય છે ક્યારે શોટ્સ કે જીન્સ પહેરી ઘરમાં વહુ આરામથી ફરતી હશે? હું મારા 8 વર્ષના દીકરા સામે ટૂંકા કપડાં બિન્દાસ્ત પહેરુ છું. આવનારા પંદર વર્ષ પછી મારા દીકરાને ખુલ્લા પગ, સાથળ જોઈ કોઈ વિકાર મનમાં નહી આવે, એ છે મારા સપનાનું ભારત.
મારો દેશ ચમત્કારોનો દેશ છે. અહીં સાચેમાં કોઈ ચમત્કાર થઇ જાય. એક સાફ ,સુંદર ,સ્વચ્છ ,શિક્ષિત અને સધ્ધર ભારત દુનિયામાં વખણાય, એ છે "મારા સપનાનું ભારત ."
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી એટલે કે Mara Svapnanu Bharat Nibandh in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.આવી રીતે જોડાયેલા રહો Nibandh Gujarati સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો