Nibandh Gujarati

Knowledge of Gujarati....

શુક્રવાર, 14 જુલાઈ, 2023

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati

શું તમે ગુજરાતીમાં જન્માષ્ટમી નિબંધ (Janmashtami Nibandh Gujarati) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી


જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | Janmashtami Nibandh Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જન્માષ્ટમી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Janmashtami Nibandh ની PDF પણ Download કરી શકશો.

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી

જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. ‘દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે' એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યાં હતાં. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ‘ગોકુળઅષ્ટમી’ પણ કહે છે.

જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. મંદિરોને શણગારવામાં આવે છે . ત્યાં રાતે ભજનકીર્તન થાય છે . રાતના બાર વાગે કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે :

‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’

પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કરે છે. કેટલાંક સ્થળે મેળા ભરાય છે . લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. મહારમાં ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

કૃષ્ણન ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ ‘ગીતા’ નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.

આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ.

FAQ : Janmashtami Nibandh Gujarati


Q. જન્માષ્ટમી વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?

A. જન્માષ્ટમી તહેવાર તારીખ 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર ના રોજ ઉજવવામાં આવશે.

Q. જન્માષ્ટમી ઉજવવા પાછળનો હેતુ શું છે?

A. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. એટલે દર વર્ષે શ્રાવણ વદ આથમ ના દિવશે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.

Q. ભગવાન કૃષ્ણના કેટલા નામ છે?

A. ભગવાન કૃષ્ણના 108 નામ છે.

Q. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ ક્યાં આવેલું છે?

A. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરામાં આવેલું છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્માષ્ટમી વિશે નિબંધ એટલે કે Janmashtami Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો