વિચાર વિસ્તાર: ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Vichar Vistar: શું તમે ગુજરાતી વિસ્તૃત લેખન માટે વિચાર વિસ્તાર ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. શોધી રહ્યા છો !?Note: ધોરણ 3 થી 8 સામાયિક મુલ્યાંકન એકમકસોટી 2023-24
નીચે આપેલ વિચાર વિસ્તાર: ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. 100 શબ્દોમાં ધોરણ 6 to 10 માટે ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર: ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ.
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે.જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે.
આમ, આપણું જીવન પણ સુખદુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકો છાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે.
સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.
Conclusion : Vichar Vistar
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિચાર વિસ્તાર: ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ વિશે એટલે કે Vichar Vistar વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.આવી રીતે Nibandh Gujarati જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો