અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી (Ativrushti Nibandh in Gujarati)

વર્ષાઋતુ જીવન પોષક ઋતુ છે. પણ જ્યારે  અતિવૃષ્ટિ એટલે મેઘરાજાનું તાંડવ નૃત્ય થાય ત્યારે તે વિનાશક બની રહે છે. અતિવૃષ્ટિ ભયાનક વિનાશ વેરીને કુદરતની વિરાટ શક્તિ અને માનવની પામરતા પુરવાર કરી દે છે. તો ચાલો આજે આ૫ણે અતિવૃષ્ટિ વિશે નિબંધ (ativrushti nibandh in gujarati)લેખન કરીએ. 

અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી

અહીં ગુજરાતી અતિવૃષ્ટિ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે. 

અતિવૃષ્ટિ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
 

અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી (Ativrushti Nibandh in Gujarati)

“अति सर्वत्र वर्जयेत ।” આ પંક્તિ તમામ ચીજવસ્તુઓ અને ઘટનાઓ પર જેટલા અંશે લાગુ પડે છે એટલી જ વરસાદ માટે પણ લાગુ પડે છે. વરસાદ પ્રમાણની દ્રષ્ટીએ જોવા જઈએ તો વરસાદનાં બે સ્વરૂપો જોવા મળે છે : અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. 


અતિવૃષ્ટિ એટલે શું ?

અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ખૂબ જ વધારે વરસાદ. અતિવૃષ્ટિને લીલો દુષ્કાળ પણ કહેવામાં આવે છે. વરસાદ જરૂરિયાત મુજબ પડે તો અમૃત સમાન લાગે છે ,પણ જરૂરિયાતથી વધારે વરસાદ વિનાશ નોતરે છે. માનવ અને પશુ – પંખીઓ માટે જીવનદાતા વરસાદ જ્યારે અતિવૃષ્ટિ બનીને તૂટી પડે છે ત્યારે સર્વનાશ કરી દે છે. એક જ દિવસમાં ઘણો બધો વરસાદ પડે અથવા સતત ત્રણ ચાર દિવસ વરસાદ પડે ત્યારે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય છે. નદી – નાળા , અને ડેમ છલકાઈ જાય છે. ક્યારેક સતત પડતા વરસાદના લીધે આકાશમાં છવાઈ રહેલાં કાળાં ડીબાંગ વાદળો , ભયંકર મેઘગર્જનાઓ અને વીજળીના કડાકા વાતાવરણને વધુ ભયંકર બનાવી દે છે. 


અતિવૃષ્ટિ જનજીવન પર અસર 

અતિવૃષ્ટિના કારણે માનવી , પશુ – પંખી અને વનસ્પતિસૃષ્ટિની બરબાદી થઈ શકે છે. વધારે પડતા વરસાદથી ખેતરમાં વાવેલો પાક ધોવાઈ જાય છે ,જેનાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે છે. નદીકિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે છે , જેના લીધે કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને જાન – માલની હાની થાય છે. વધુ વરસાદના લીધે રસ્તાઓ તૂટી જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલાઓ તૂટી પડવાથી ઘણી અગવડ ભોગવવી પડે છે. ઠેર ઠેર પાણીનો ભરાવ થવાથી મચ્છરનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો પણ ફેલાઈ શકે છે. આમ , અતિવૃષ્ટિના લીધે સમગ્ર જનજીવન ખોરવાઇ જાય છે. 

અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી (Ativrushti Nibandh in Gujarati)


અગમચેતી અને ઉપાયો :

પ્રાકૃતિક આગળ માનવી પામર છે . કુદરતી આફતોને ટાળવી શક્ય નથી , પરંતુ યોગ્ય ઉપાયો થકી જનજીવનને થતું નુકશાન ઓછું કરી શકાય છે. ભારે વરસાદની આગાહી હોય ત્યારે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવી દેવું જોઈએ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હોડીઓ અને હેલિકોપ્ટરની મદદથી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી જોઈએ. 


અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ નિબંધ - 100 શબ્દો

અતિવૃષ્ટિ ચોમાસું વરસાદની ઋતુ છે. ચોમાસામાં ઘણી વાર અતિશય વરસાદ પડે છે. પરિણામે નદીનાળાં, કૂવાતળાવ વગેરે જળાશયો ઊભરાઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે.

ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. નદીઓનાં પૂરનાં પાણી ઘણો વિનાશ સર્જે છે. કાચાં મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોર-ઢાંખર તણાઈ જાય છે. કેટલાંક મૃત્યુ પણ પામે છે. રસ્તાઓ ધોવાઈ જાય છે. રેલવેના પાટા ઊખડી જાય છે. કેટલાંય વૃક્ષો પડી જાય છે. તેથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલા પડી જાય છે. પરિણામે અંધારપટ છવાઈ જાય છે. વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે. અનેક લોકો નિરાધાર થઈ જાય છે.

સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી જાય છે. પાણીમાં ફસાયેલાં લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ પણ લેવામાં આવે છે. હૅલિકોપ્ટર દ્વારા ફૂડપૅકેટ્સ ફેકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે.

નિરાધાર બની ગયેલાં લોકોને સરકારી મકાનો, ગામની ધર્મશાળા કે નિશાળોમાં આશ્રય આપવામાં આવે છે. પૂરનાં પાણી ઓસરી જતાં મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે. રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. છતાં ક્યારેક રોગચાળો ફાટી નીકળે છે. દાક્તરો મદદ માટે દોડી જાય છે. નિરાધાર લોકોને અનાજ અને કપડાંની મદદ પહોંચાડવામાં આવે છે. સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે.

અતિવૃષ્ટિ કુદરતી આફત છે. તેને ‘લીલો દુકાળ' પણ કહેવાય છે.


Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી એટલે કે Anavrushti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.